ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો.10ના પરિણામની જાહેર કરવામાં આવી છે. આજે રાત્રે 8વાગ્યે ધો.10નું પરિણામ ઓનલાઈન જાહેર થશે. GSEBની સત્તાવાર વેબસાઈટ gseb.org પર પરિણામ જાહેર થશે. શાળાના ઇન્ડેક્સ નંબર પરથી પરિણામ જાહેર થઇ શકશે. અને વિદ્યાર્થીઓએ એ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે.
ઓનલાઇન જાહેર થયેલ આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકશે. અને બાદમાં શાળાએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે. અને તેના પરિણામની જાણ કરવાની રહેશે. અંતે ઉલ્લેખનીય છે કે સંસ્કૃત પ્રથમાનું પરિણામ 1જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 અથવા અન્ય કોર્ષમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે.