રાજકોટમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં શહેરના યાગ્નિક રોડ પર સાંજના સમયે ત્રણ યુવકો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મારામારી થઇ હતી. પરંતુ આ ઘટનામાં સમાધાન થઇ ગયું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર દુભાઇ ભેળવાળાની દુકાન નજીક સાંજના સમયે ત્રણ યુવકો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો અને યુવકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને યુવકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે મારામારી થઇ હોવાનું સામે આવ્યું હતું.