દેશભરમાં ઇંધણોના ભાવોમાં આગ લાગી છે. આગામી સમયમાં એલપીજી ગેસના ભાવો પણ ભડકે બળશે. વૈશ્વિક બજારોમાં ગેસના ભાવો વધી ચૂકયા છે. ઓઇલ કંપનીઓ પોતાની આવક વધારવા આગામી સમયમાં ભારતમાં ગેસના ભાવો વધારી શકે છે.
એલપીજી ગેસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જલદૃી એલપીજી ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળી રહૃાો છે. જેની સીધી અસર ઘરેલુ ગેસના ભાવ ઉપર પણ જોવા મળી શકે છે. સરકાર એક ઓક્ટોબરે ઘરેલુ ગેસના નવા ભાવ જાહેર કરવાની છે. ભારતમાં તેલ-ગેસ ખનન ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનનું કહેવું છે કે આ વખતે પ્રાકૃતિક ગેસના ભાવમાં લગભગ 60 ટકાનો વધારો લગભગ નક્કી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાના કારણે તેની અસર ઓઈલ કંપનીઓના રાજસ્વ ઉપર પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા એલપીજી ગેસ પર મળનારી સબસિડીને પણ થોડી દિૃવસ પહેલા સમાપ્ત કરવામાં આવી છે. એલપીજી ગેસ પર મળનારી સરકારી સબસિડીનું વહન પણ ઓઈલ કંપનીઓએ જ કરવું પડતું હતું. ઓએનજીસીના સીએમડી સુભાષકુમારે કંપનીના વાર્ષિક નાણાકીય પરિણામોની જાણકારી આપતા કહૃાું કે જાન્યુઆરી-માર્ચ 2021માં ઓઈલ કંપનીએ 58.05 ડોલર પ્રતિ બેરલના દૃરથી ક્રૂડ ઓઈલનું વેચાણ કર્યું છે. થોડા દિૃવસ પહેલા ગ્રાહકોને મળનારી સબસિડી સમાપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં કંપનીને 6734 કરોડ રૂપિયાનો નફો થયો છે. આ ઉપરાંત કંપનીના સીએમડી સુભાષકુમારે એ પણ જણાવ્યું કે કંપની આ વર્ષે 29,500 કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા જઈ રહી છે.