મહેસાણા જીલ્લાની મોઢેરા કેનાલમાં આપઘાત કરનાર યુવકનો એક વિડીઓ હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગંગેટ ગામના યુવકે આપઘાત કરતા એક વિડીઓ બનાવી કેનાલમાં ઝંપલાવ્યું હતું. અને કેનાલમાં ડૂબી રહેલા યુવકનો પણ લોકોએ વિડીઓ બનાવ્યો હતો.
વાઈરલ વીડિયો પ્રમાણે, યુવકે આ વીડિયો મોઢેરા કેનાલ પાસે ઉતાર્યો હતો. એમાં યુવક હાઇ, હું જસવંત ઠાકોર, હું મોઢેરા કેનાલમાં આત્મહત્યા કરું છું. કિડનીની તકલીફ, માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો છું. જેમાં મારી ફેમિલીનું કે બીજા કોઈનો વાંક નથી.લવ યુ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ-ડેડ કહી કેનાલમાં છલાંગ લગાવી છે.
યુવકને તરફડિયા મારતા જોઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો. અને તે વિડીઓ પણ વાયરલ થઇ રહ્યો છે.
યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જોઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો.