Friday, September 20, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રપતિના કાફલા માટે ટ્રાફિક રોકી રાખવામાં આવતા એમ્બ્યુલન્સમાં જ મહિલાનું મૃત્યુ

રાષ્ટ્રપતિના કાફલા માટે ટ્રાફિક રોકી રાખવામાં આવતા એમ્બ્યુલન્સમાં જ મહિલાનું મૃત્યુ

કમિશ્નરે ટ્વીટ કરીને માફી માંગી : પોલીસે શોક વ્યક્ત કરતા કહ્યું અમારા માટે આ મોટો બોધપાઠ

- Advertisement -

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુર જીલ્લાના પોતાના વતન પરોંખની મુલાકાતે છે. ત્યારે ગઈકાલના રોજ રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને ટ્રાફિક બંધ કરવામાં આવતા ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ ફસાતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો હોસ્પિટલ ખાતે મહિલા 10 મિનીટ વહેલા પહોચી હોત તો તેનો જીવ બચી જાત.

- Advertisement -

ઇન્ડીયન ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની કાનપુર ચેપ્ટરની મહિલા વિંગના પ્રમુખ વંદના મિશ્રાને રીજેન્સી હોસ્પિટલ લઇ જવામાં આવી રહી હતી ત્યારે હોસ્પિટલ જવાના માર્ગમાં ટ્રાફિક જામ હતો. અને વંદનાના પતિએ પોલીસને પણ વિનંતી કરી હતી પરંતુ ટ્રાફિક જામ ખુલ્યો નહી. અને તેણીનું હોસ્પિટલ પહોચે તે પહેલા એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાને લઇને કાનપુર પોલીસ ઓફિસરે માફી માંગી છે અને ટ્વીટ કરીને જણાવ્યું છે કે વંદના  મિશ્રાના નિધનથી રાષ્ટ્રપતિ વ્યથિત થયા. તેઓએ પોલીસ કમિશ્નર અને જીલ્લા મેજીસ્ટ્રેટને ફોન કરીને માહિતી લીધી છે. અને શોક સંદેશ પરિવાર સુધી પહોચાડવા જણાવ્યું હતું. અને અધિકારીઓએ પણ વંદનાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.  

- Advertisement -

ઉપરાંત કાનપુર પોલીસે માફી માંગતા જણાવ્યું છે કે IIAના પ્રમુખ વંદના મિશ્રાના નિધન બદલ માફી માંગતા કહ્યું છે કે આ એક મોટો બોધપાઠ છે.અને અમે વચન આપી છીએ કે  અમારા રૂટની વ્યવસ્થા એવી હશે કે નાગરિકોને ઓછામાં ઓછા સમય માટે અટકાવવામાં આવશે જેથી આવી ઘટનાઓ ફરી વખત ન થાય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular