Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ચાર સ્થળે જુગાર દરોડામાં 17 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ચાર સ્થળે જુગાર દરોડામાં 17 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ એફસીઆઇના ગોડાઉન પાછળના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.10,350ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામનગરની ત્રણ દરવાજા નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતાં એક શખ્સને રૂા.4,400ની રોકડ સાથે ઝડપી લીધો હતો. જામનગરના હાપામાં તીનપતિ રમતા ચાર મહિલા સહિત પાંચ શખ્સોની રૂા.4,290ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના વાંમ્બે આવાસમાં તીનપતિ રમતા છ મહિલાઓને રૂા.3,320ની રોકડ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામની એફસીઆઇ ગોડાઉન પાછળ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા રામબિરસીંગ છોટેસીંગ ભદોરિયા, મુકેશ શ્રીરામ જાટવ, બાનસીંગ સિતારામ પાલ, શકિત કલુ યાદવ, યાદિન સુલ્લી નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.10,350ની રોકડ અને ગંજીપના કબજે કરી ઝડપી લીધા હતા.

બીજો દરોડો, જામનગર શહેરમાં ગ્રેઇન માર્કેટ ત્રણ દરવાજા પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા અર્જુન પરશુરામ ચાવલિયા નામના શખ્સની પોલીસે રેઇડ દરમિયાન રૂા.4,400ની રોકડ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા કરણ ભરત ગજરા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. ત્રીજો દરોડો, જામનગર તાલુકાના હાપા ગામમાં જવાહર નગરમાં તીનપતિનો જુગાર રમતા સુનિલ અનિલ રાઠોડ અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.4,290ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

ચોથો દરોડો, જામનગર શહેરમાં આવેલા વાંમ્બે આવાસમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા છ મહિલાઓનો રેઇડ દરમિયાન રૂા.3,320ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular