Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસામાજિક કાર્યકર્તા દ્વારા આરટીઇના ફોર્મ ભરવા માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ

સામાજિક કાર્યકર્તા દ્વારા આરટીઇના ફોર્મ ભરવા માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ

- Advertisement -

ભારતમાં રાઇટ-ટુ-એજ્યુકેશનના કાયદા મુજબ કોઇપણ ખાનગી શાળામાં 25 ટકા બેઠકો આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે. આર્થિક રીતે નબળા વર્ગના કોઇપણ વિદ્યાર્થીઓ આ એકટ અંતર્ગત ખાનગી શાળામાં એડમિશન મેળવી શકે છે.

આ અંગે ઓનલાઇન નિ:શૂલ્ક ફોર્મ ભરવા તથા વધુ વિગત માટે જામનગરના સામાજિક કાર્યકર્તા અને સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર પ્રમુખ સુભાષભાઇ ગુજરાતી દ્વારા સમસ્ત કોળી સમાજ જામનગર જિલ્લા માટે આરટીઇ હેલ્પ સેન્ટરનો પ્રારંભ નવાગામ ઘેડ તાલુકા શાળાની બાજુમાં ટ્રસ્ટની ઓફિસે રાત્રે 8 થી 9 વાગ્યા સુધી જામનગર ખાતે કરવામાં આવેલ છે. આ અંગેના ફોર્મ તા. 25-6-21 થી તા. 5-7-21 સુધી ઓનલાઇન ભરી શકાશે. ફોર્મ નિ:શૂલ્ક ફ્રી ભરવા માંગતા વિદ્યાર્થીઓએ એડ્રેસ પ્રૂફ આધારકાર્ડ, જાતિ અંગેના દાખલા, મામલતદારના આવકના દાખલા, જન્મ તારીખનો દાખલો, બીપીએલ કાર્ડ હોય તો, બેંકની પાસબુકની ઝેરોક્ષ તથા કલર પાસપોર્ટ ફોટો સાથે લાવવા તેમ જામનગર જિલ્લાના સમસ્ત કોળી સમાજને લાભ લેવા જામનગર સામાજિક કાર્યકર્તા અને સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર પ્રમુખ સુભાષભાઇ બી. ગુજરાતી અને કાર્યકારી પ્રમુખ જયેશભાઇ કંટારીયાની યાદીમાં જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular