Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ પહેલી જૂલાઇએ : બોર્ડની જાહેરાત

ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ પહેલી જૂલાઇએ : બોર્ડની જાહેરાત

- Advertisement -

રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ધો.10 તથા 12ના બોર્ડ પરીક્ષાના તમામ નિયમિત પરીક્ષાર્થીઓ માટે માસ પ્રમોશન જાહેર કર્યું છે. ત્યારબાદ સુપ્રિમકોર્ટ દ્વારા દેશના તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડને ધો.12ના પરિણામો નિયત સમય સુધીમાં જાહેર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ દરેક શાળાઓએ પહેલી જૂલાઇ સુધીમાં બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ નિર્ણયની જાહેરાત તમામ આચાર્યો જોગ કરી દીધી છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે ધો.12 સાયન્સ પ્રવાહનું પરિણામ તૈયાર કરી 1 જુલાઈ સુધીમાં માર્કસ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવા આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના ઉપયુકત નિર્ણયથી લાખ્ખો છાત્રોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

ઉપલબ્ધ વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શાળાના આચાર્યો જોગ આદેશ કર્યો છે કે ધો.12 સાયન્સ પ્રવાહના છાત્રોનું પરિણામ તૈયાર કરી 1 જુલાઈ સુધીમાં બોર્ડની વેબસાઈટ પર અવશ્ય અપલોડ કરવું.

નોંધનીય છે કે કોરોનાકાળના કારણે શૈક્ષણિક સત્ર વિલંબમાં મૂકાયુ છે અને ધો.12 (સાયન્સ)ના પરિણામ વિના અન્ય ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પ્રક્રિયા પણ આરંભાઈ જતા છાત્રો ભારે અસમંજશ અનુભવી રહ્યા છે.

રાજ્યમાં હાલ ગુજકેટ, જીઈઈ, નેટ સહિતના ફોર્મ્સ ભરવાના શરુ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઈજનેરી કે ફાર્મસી સહિતની ફેકલ્ટીમાં પણ પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ચૂકી હોવાથી ધો.12ના પરીક્ષાર્થીઓના પરિણામની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. એવામાં રાજ્ય સરકારે 1 જુલાઈ સુધીમાં બોર્ડની વેબસાઈટ પર માર્કસ અપલોડ કરવાની જાહેરાત કરતા લાખ્ખો છાત્રોએ રાહતની લાગણી અનુભવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular