દેવભૂમિ દ્વારકા તાલુકામાં 2019 દરમ્યાન વિદેશી દારૂ પ્રકરણ અંગે નોંધાયેલી એક પોલીસ ફરિયાદમાં મૂળ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રહીશ અને હાલ વાવડી- રાજકોટ ખાતે રહેતા હેમલ અરજણભાઈ ચાવડા નામના 30 વર્ષના આહીર યુવાનનું નામ ખૂલ્યું હતું.
દારૂ પ્રકરણ અંગે આશરે બે વર્ષથી નાસતા-ફરતા ઉપરોક્ત આરોપી અંગે એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ઉપરોક્ત દ્વારકાના કુરંગા હાઈવે રોડ પરથી ભાટીયા તરફ જવાના રસ્તે હોવાની ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખસને ઝડપી લઈ, કોરોના ટેસ્ટ બાદ વિધિવત્ રીતે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ પીએસઆઈ પી.સી. સિંગરખીયા, એસ.વી. ગળચર, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.