વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મહા અભિયાન અંતર્ગત બધાને મફત વેક્સિન કાર્યક્રમજાહેર થયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઇ હેઠળ આવતા તમામ ગામો નાં ગ્રામજનો જાગૃતતા દાખવી રસી લેવા ઉમટી પડ્યા છે. છેલ્લા 3 દિવસ મા 2500 થી પણ વધુ લોકો રસી લઇ કોરાના સામેની લડાઇ મા રક્ષીત થાય છે એમ વસઇ વિસ્તાર ના વેક્સિન ઈનચાર્જ હરપાલ સિંહ ચુડાસમા દ્વારા જણાવવા મા આવ્યું છે
તેમણે વધુ વિગત જણાવતા કહ્યું છે કે તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર માસ થી મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો. બીરેન મણવર, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ ગુપ્તા, પ્રા.આ.કે. વસઇ ના મેડીકલ ઓફિસર ડો. અજય વકાતર તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર રાણાભાઇ વરુ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ સાથે સંકલન કરી લોકો ને સહેલાઇ થી રસી મળી રહે તે પ્રમાણે તેમની ટીમ દ્વારા કામગીરી કરવામા આવી રહી છે જેથી જામનગર જીલ્લા ના પ્રા.આ.કે. વસઇ નો વિસ્તાર રસીકરણ કાર્યક્રમ ચાલુ થયા પછી જામનગર જિલ્લા મા સૌથી વધુ લોકો દ્વારા રસી લઈ આજસુધી પ્રથમ રહ્યો છે. તેમજ વેક્સિન ઈનચાર્જ હરપાલ સિંહ ચૂડાસમા દ્વારા સમગ્ર પ્રા.આ. કે. વસઇ ના વિસ્તાર માં થયેલ રસીકરણ કામગીરી બદલ આરોગ્ય ટીમ સાથે ખુબજ કઠીન વિસ્તારો મા લોકો ને ઝડપથી રસી મળી રહે તે માટે પોતાની ફરજ નાં સમય કરતા પણ વધુ સમય ફાળવી કામગીરી કરતા પાયા નાં તમામ કર્મચારીઓ FHW,MPHW, CHO તેમજ આશા બહેનો ને અભિનંદન પાઠવ્યા હતા.