રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટીંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ગુગલની ભાગીદારીમાં બનાવેલ જીઓ ફોન નેકસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન 10 સપ્ટેમ્બરથી માર્કેટમાં ઉપલબ્ધ થાશે. જે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવો ફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે અને દેશને 2G થી મુકત અને 5Gથી યુકત બનાવવાનું અમારૂં લક્ષ્ય છે.
તેમણે કહ્યું આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતા વધુ વધ્યો છે. જોકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી તે છે રિલાયન્સની માનવ સેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યુટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલા કોરોનામાં પોતાનોજીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખ્યું.
જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફિચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જિયો-ગૂગલનો એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ ગેમ ચેન્જર હશે. તે એવા 30 કરોડ લોકોની જીંદગી બદલી શકે છે, જેના હાથમાં હાલ પણ 2G મોબાઈલ સેટ છે. સારી સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને વ્યાજબી ભાવ ધરાવતો જિયો-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકોથી રિલાયન્સ જિયોની ઝોળી ભરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે હાલ પણ એજ્યુકેશન એન્ડ સપોર્ટ ફોર ઓલ માટે પ્રતિબદ્ધ છે. અમારી ગુજરાતની જામનગરની રિફાઈનરીને વિશ્વ સ્તરના મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું. રિલાયન્સે 100 ઓક્સિજન ટેન્કર્સનું પ્રોડક્શન કર્યું. આ ભારત અને વિદેશોમાં થયું. અમે 250 બેડવાળા કોવિડ સેન્ટરને નવી મુંબઈમાં ગત વર્ષે સ્થાપિત કરી. કોરોના દરમિયાન દરરોજ 1100 MTથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું. રિલાયન્સ ફાઉન્ડેશનથી કોરોના વિરૂદ્ધ 5 મિશન (મિશન ઓક્સિજન, મિશન કોવિડ ઈન્ફ્રા, મિશન અન્ન સેવા, મિશન એમ્પ્લોઈ કેર અને મિશન વેક્સિન સુરક્ષા) પર કામ કર્યું.