જામનગર નજીક આવેલા ઠેબા જવાના માર્ગ પર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રૂા.83 હજારની કિંમતની 166 બોટલો મળી આવતાં બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ધ્રોલ તાલુકાના લેયારા નજીકથી પસાર થતાં બે શખ્સોની તલાસી લેતા પોલીસે દારૂની છ બોટલો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના બે ભાઈના ડુંગર પાસે આવેલા કાનાભાઈ માતંગીના ભેડીયા પાછળના વિસ્તારમાંથી બાતમીના આધારે રેઈડ દરમિયાન રૂા.83 હજારની કિંમતની દારૂની 166 બોટલો મળી આવતા આ દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરોની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, ધ્રોલ તાલુકાના લેયાર નજીકના માર્ગ પરથી પસાર થતાં નજીર વલીમામદ ખેરાણી, આસીફ ઉર્ફે બાબો વલી ખેરાણી નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.2400 ની કિંમતની દારૂની છ બોટલો મળી આવતા બન્નેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા મોરબીના મોહન ભરવાડની સંડોવણી ખુલ્લી હતી.
જામનગર નજીકથી દારૂનો જથ્થો મળી આવ્યો
બિનવારસુ 166 બોટલ દારૂ કબ્જે: બુટલેગરોની શોધખોળ: લૈયારા પાસે દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા


