દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરી મજબૂત હાથે કરવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એસઓજીની ટીમ દ્વારા પણ ચુસ્ત રીતે કરવામાં આવી રહી છે. જેમાં એસઓજી પીઆઈ જે.એમ. ચાવડાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાબેના કપુરડી નેસ વિસ્તારમાંથી મૂળ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકામાં રહેતા દુલા રામાભાઈ પોપટભાઈ પરમાર નામના 30 વર્ષના હિન્દુ ડફેર યુવાનને પાસ પરવાના વગરની દેશી- હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી બાદ આરોપીનો કબજો ભાણવડ પોલીસને સોંપવા અંગેની કાર્યવાહી પીએસઆઇ એ.ડી. પરમાર, એએસઆઈ હરદેવસિંહ જાડેજા, હેડ કોસ્ટેબલ ઇરફાનભાઈ ખીરા, કિશોરભાઈ ડાંગર, નિલેશભાઈ કારેણા, હરદિપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.