Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય15 વર્ષ બાદ કોવિંદ એવા રાષ્ટ્રપતિ જે રેલયાત્રા કરશે

15 વર્ષ બાદ કોવિંદ એવા રાષ્ટ્રપતિ જે રેલયાત્રા કરશે

અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે રેલ મુસાફરી કરી હતી

- Advertisement -

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં તેમના જન્મસ્થળના પ્રવાસે છે. 15 વર્ષમાં આ પહેલી એવું બનશે જ્યારે દેશના રાષ્ટ્રપતિ રેલવે મુસાફરી કરશે. તે યુપીમાં જૂના મિત્રો, સ્કૂલના સહપાઠીઓને અને સબંધીઓને મળશે. કાનપુર સેન્ટ્રલના ચાર પ્લેટફોર્મ પરનો ટ્રાફિક રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા અને એક કલાક માટે બંધ રહેશે.

- Advertisement -

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ અગાઉ રેલ મુસાફરી કરવા માંગતા હતા પરંતુ કોરોના વાયરસની મહામારીના પરિણામે તે શક્ય બન્યું નહી. રાષ્ટ્રપતિ કોવિંદની વિશેષ ટ્રેન 25 જૂને દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી દોડશે અને સાંજે કાનપુર પહોંચશે. વિશેષ ટ્રેનમાં બે સ્ટોપ  હશે. પ્રથમ ઝિંજક અને બીજો રુરા. જ્યાં રાષ્ટ્રપતિ તેમના જૂના પરિચિતોને મળશે. બંને સ્ટોપ તેના ગામ પરાઉંખ પાસે રાખેલ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુને સાંજે પહોચશે. 27જુને ગામના બે સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે અને 28જુને તેઓ ટ્રેન મારફતે લખનઉની બે દિવસની યાત્રામાં જશે.29 જૂને તે ફ્લાઇટથી દિલ્હી પરત આવશે. આ ટ્રેનમાં તેમના માટે પ્રકારની અત્યાધુનિક સુવિધા હશે. આ ટ્રેન માટે ટ્રાયલ પણ પૂર્ણ થઈ ગઈ છે.

- Advertisement -

આ અગાઉ વર્ષ 2006 માં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ખાસ ટ્રેનથી દિલ્હીથી દહેરાદૂન ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સૈન્ય એકેડેમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. અને હવે 15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ કોવિદ રેલ્વે મુસાફરી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular