જામનગર જી.જી.હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણ પ્રકરણમાં એટેન્ડન્ટ યુવતિઓને ન્યાય અપાવા જામનગર શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી અનેક સામાજીક, રાજકીય કાર્યકરો તેમજ નારી સંગઢનો દ્વારા લડત ચલાવી રહી હતી. જેમાં સરકાર દ્વારા બે વ્યકિતઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ માટે લડત ચલાવનાર કાર્યકરો તથા નારી સંગઠનોને વોર્ડ નં.1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા આભાર વ્યકત કરાયો છે. આ ઉપરાંત આ યૌન શોષણ પ્રકરણમાં મીડિયા દ્વારા તટસ્થ રિપોર્ટીંગ કરી જાગૃતતા દાખવી તે બદલ તેમનો પણ આભાર વ્યકત કર્યો છે અને આ પ્રકરણમાં સંડોવાયેલા જવાબદારના નામ ખુલ્લા ના પડે તમામને સાથ સહકાર આપવા અપીલ કરી છે.