વોર્ડ નં. 7મા શ્યામા પ્રસાદ મુખર્જીની પૂણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના પૂર્વ પ્રમુખ તેમજ વોર્ડના વાલી હિતેનભાઈ ભટ્ટ, શહેર ઉપપ્રમુખ વસંતભાઈ ગોરી તેમજ વોર્ડના કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, ગોપાલભાઈ સોરઠીયા, લાભુબેન (અમિતા બેન) બનધિયા, પ્રભાબેન ગોરેચા, યુવા મોરચાના મહામંત્રી ભાવેશભાઈ, વોર્ડ મહામંત્રી મનસુખભાઈ, આગેવાન રમેશભાઈ, દેવીદાન ભાઈ,પીનેશભાઈ, મુકુંદભાઈ તેમજ વોર્ડની ટીમ ઉપસ્થિત રહી હતી.