Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા કલેકટરને વિદાયમાન અપાયું

જામનગર જિલ્લા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા કલેકટરને વિદાયમાન અપાયું

- Advertisement -

જામનગરના જિલ્લા કલેકટર રવિશંકરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના વડા તરીકે બદલી કરવામાં આવતાં જામનગરના મહેસુલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી. ત્રણ વર્ષથી જામનગરમાં ફરજ બજાવી રહેલાં રવિશંકરનું વલણ હંમેશા વહિવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તરફી રહ્યું હતું. આથી તેઓ કર્મચારીઓમાં ભારે લોકપ્રિય હતા. બીજી તરફ તેમના કાર્યકાળ દરમ્યાન મીડિયા સાથેના સંબંધો બહુ હુંફાળા રહયાં ન હતા.

- Advertisement -

જામનગર જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બદલી થતા જામનગર જિલ્લા મહેસુલ કર્મચારી મંડળ અને સર્વે અધિકારી-કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં સાડા ત્રણ વર્ષથી વધુના સમય કલેકટર રહી ચૂકેલા કલેકટર રવિશંકરે અનેકવિધ યોજનાઓના અમલ સાથે વિકાસ કામો, સુવિધાઓની ભેટ જામનગરને આપી છે. આ ઉપરાંત એક કડક અને નિષ્ઠાવાન અધિકારી તરીકેની તેમની પ્રશંસનીય કામગીરી રહી છે.

વિદાયમાન વેળાએ અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કહ્યું હતું કે, લોકો માટે કોઈપણ યોજના, કોઈપણ પ્રશ્ર્ન બાબતે સતત જાગૃત રહીને તેના અમલીકરણ વિશે સતત મોનીટરીંગ કરીને જિલ્લા કક્ષાએ દરેક વ્યવસ્થાઓમાં સુગમતાનો ઉમેરો કલેક્ટર રવિશંકર કર્યો છે તેમજ ખૂબ જ સરળ વ્યક્તિત્વ અને પ્રશ્નના તત્કાલ નિવારણ માટે કલેક્ટરના ત્વરિત નિર્ણય ખુબજ મહત્વપૂર્ણ રહ્યા છે.


મહેસુલી કર્મચારી મંડળના ચેતનભાઈ ઉપાધ્યાયે કલેક્ટર રવિશંકરે સર્વે કર્મચારીઓને આપેલા સહયોગ અને એક શ્રેષ્ઠ અધિકારી તરીકે કર્મચારીઓના પીઠબળ સમાનની તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.આ સાથે નાયબ કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મહેસુલ કર્મચારીઓ દ્વારા કલેકટરને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular