કાલાવડ તાલુકાના પીપળિયા ગામના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.33,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના બાલંભા ગામમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને રૂા.22,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના પીપળિયા ગામના પાટીયા પાસે ખરાબામાં ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન સંજય ગોરધન જેસડિયા, ભીમા ઈસા હોથી, ફિરોજ ગુલાબ હોથી, ચેતન લાખા પાંભર, હાજી સલેમાન હોથી, હનિફ અલ્લારખા હોથી નામના છ શખ્સોને રૂા.14,110 રોકડા અને 15000 નું એક બાઇક તેમજ ચાર હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.33,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન નવલસિંહ બચુભા જાડેજા અને રાજેશ મગન માલકિયા નામના બે શખ્સોને રૂા.11610 ની રોકડ રકમ અને રૂા.10500 ની કિંમતના બે મોબાઇલ સહિત રૂા.22110 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં બે સ્થળે જૂગારદરોડામાં આઠ શખ્સો ઝડપાયા
પીપળિયામાંથી તીનપતિ રમતા છ શખ્સો રૂા.33110 ના મુદ્દામાલ સાથે ઝબ્બે : બાલંભામાંથી વર્લીના આંકડા લખતા બે શખ્સો ઝડપાયા : રૂા.22110 નો મુદ્દામાલ કબ્જે