Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતમુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા, પિયરના ભયથી પોલીસ રક્ષણ માગ્યું

મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા, પિયરના ભયથી પોલીસ રક્ષણ માગ્યું

- Advertisement -

ગુજરાતમાં લોક-લાલચ,બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવાય નહીં. આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે 15જુનથી ગુજરાતમાં અમલી થયો છે. જબરદસ્તીથી લઘુમતી કોમના યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પટાવી-ફોસલાવી યુવતીઓને ધર્મપરિવર્તન કરાવી તેમની સાથે નિકાહ પઢાવી લેવાના અનેક બનાવ બનતા હોવાથી આ કાયદો સરકાર દ્રારા લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે આણંદના ખંભાતમાં એક હિન્દુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે.

- Advertisement -

આણંદ જિલ્લાના ખંભાતમાં મુસ્લિમ યુવતીએ 19 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. અને 17જુનના રોજ પોતાના પિતાનું ઘર છોડ્યું હતું. બાદમાં યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે. અને પોલીસ અરજીમાં લખ્યું છે કે મેં મારી પોતાની મરજી અને રાજીખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. મારો પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હોવાથી  મારા પરિવારજનોથી મને તથા મારા પતિને જાનનું જોખમ હોઈ પોલીસ રક્ષણ આપવા વિનંતી  છે.

યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજુર ન હોવાથી તેઓ બન્નેને છુટા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરિણામે દંપતી ભયભીત હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માંગ્યું છે. અને ફરમીનબાનુ સૈયદે આપેલી લેખિત અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ તથા માથાભારે શખ્સોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.આ લગ્નથી દંપતી હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો છે. 30 સેકન્ડનો આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular