Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી આવાસમાં સાતમા માળેથી પગ લપસી જતાં યુવાનનું મોત

પ્રધાનમંત્રી આવાસમાં સાતમા માળેથી પગ લપસી જતાં યુવાનનું મોત

હર્ષદ મીલની ચાલી પાસે બાંધકામ સમયે ઘટના: પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરના હર્ષદમિલની ચાલી પાસેે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસના બાંધકામ સમયે સાતમા માળે ઓરંભો ચેક કરતો હતો ત્યારે યુવાનનો પગ લપસી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ઘાંચી કબરસ્તાનની સામે આવેલાં આંગણવાડીનો ડેલો નવા આવાસમાં રહેતાં પ્રકાશકુમાર ગણપતસિંહ સોંલકી (ઉ.વ.27) નામનો યુવાન આજ સવારે હર્ષદ મીલની ચાલી પાસે નવનિર્મિત બની રહેલાં પ્રધાનમંત્રી આવાસના બાંધકામમાં સાતમા માળે ઓરંભો ચેક કરતો હતો ત્યારે અચાનક પગ લપસી જતાં નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભરી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગેની સુપરવાઇઝર અરવિંદ બારિયા દ્વારા જાણ કરતાં હેકો.એસ.એસ.દાતણીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular