Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતમાસ પ્રમોશનના લીધે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે લીધો આ...

માસ પ્રમોશનના લીધે ધો.9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે લીધો આ નિર્ણય

- Advertisement -

કોરોના વાયરસના પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરિણામે ધો.11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. અને આ સમસ્યાને નિવારવા માટે શિક્ષણ વિભાગ દ્રારા ધો.9 અને ધો.11ના વર્ગમાં હવેથી 75 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. અગાઉ 60 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતા.

- Advertisement -

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ માસ પ્રમોશનના કારણે 8.60 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છેજેના નિવારણના ભાગ રૂપે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા 60ના વર્ગમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી છે. શૈક્ષણિક વર્ષ 2021-22, ધોરણ 9 અને 11 તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23માં ધોરણ 10 અને 12 માટે આ મંજૂરી માન્ય રહેશે. માસ પ્રમોશનના પરિણામે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે તેવું સુત્રોનું કહેવું હતું પરિણામે શિક્ષણ વિભાગ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular