Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 12માં ડોર-ટુ-ડોર કચરા કલેકશનમાં ગેરરીતિ

વોર્ડ નં. 12માં ડોર-ટુ-ડોર કચરા કલેકશનમાં ગેરરીતિ

- Advertisement -

જામનગર શહેરમાં કચરાનો કોન્ટ્રાકટ ધરાવતી ઓમ સ્વચ્છતા કંપની વોર્ડ નં. 12માં કેટલાંક વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા ન હોય, આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતાં ન હોય. વોર્ડ નં. 12ના કોર્પોરેટર ફેમિદાબેન જુણેજા દ્વારા કમિશનરને પત્ર લખી આ કંપનીને દંડ ફટકારી બ્લેક લિસ્ટ કરવા માંગણી કરાઇ છે.

આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં કચરાનો કોન્ટ્રાકટ ઓમ સ્વચ્છતા કંપનીને આપવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં. 12 નગરસીમ વિસ્તાર જેવા કે, ગેલેકસી પાર્ક, તારમામદ સોસાયટી, મકવાણા સોસાયટી, કલ્યાણ ચોક, રંગમતિ સોસાયટી, સિધ્ધનાથ સોસાયટી, બાલનાથ ફાર્મ, મોરકંડા રોડ સહિતના વિસ્તારોમાં આ કંપનીને ડોર-ટુ-ડોર કચરાનો કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં કચરા ઉપાડતાં નથી. આ અંગે કમિશનરને 8 એપ્રિલના રોજ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત તાજેતરમાં આ કંપનીની ગાડીમાં પાણી તથા કેરણ અને ધૂળ નાખતા હોય, આ અંગે સુપરવાઇઝરની હાજરીમાં આ કામ થતું હોવા છતાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી ઓમ સ્વચ્છતા કંપનીને દંડ ફટકારી બ્લેક લિસ્ટ કરવા માંગણી કરાઇ છે. જો આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular