જામજોધપુરમાં રખડતા ભટકતા ઢોર ખુટયાથી જામજોધપુરના નાગરિકો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. બાળકો અબાલ વૃધ્ધને રસ્તા પર નિકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ રખડતા-ભટકતા ઢોર અવાર-નવાર બાળકો વૃધ્ધોને ઢીકે ચડાવી દવાખાના ભેગા કરી દે છે. લોકોના ઉભેલા વાહનોનો ભુકો બોલાવી દે છે. તાજેતરમાં વોર્ડ નં.7 વિસ્તારમાં એક કારનો ખુંટીયાઓએ ઢીકે ચડાવી ભારે માત્રામાં નુકસાન પહોંચાડયું હતું. શહેરમાં અનેક વાહનોમાં તોડફોડ કરે છે. આમ રખડતા ભટકતા ઢોરથી પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી હોય તંત્ર જામજોધપુરની પ્રજાને કયારે આ ત્રાસમાંથી મુકત કરાવશે ? તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.


