જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કપરાકાળમાં ફરજ ઉપર હાજર નહીં થનારા તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં આવા 16 તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, હાલ આ મામલે તબીબોને નોટિસ પાઠવવામાં આવી છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે અને આ મહામારીની ઝપટે ભારત પણ ચડી ગયું હતું અને આ મહામારીમાં લાખો લોકોના મોત મોત નિપજ્યા છે અને કરોડો લોકો સંક્રમિત થયા હતાં. આ મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલમાં ફરજ પર હાજર ન થનારા બોન્ડેડ તબીબો સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ મામલે તબીબો સામે ફોજદારી ફરિયાદ પણ નોંધવામાં આવી શકે છે.
કોરોના વાઈરસની બીજી લહેરમાં બોન્ડેડ તબીબોેને તેમની પસંદગીના સ્થળે ફરજ બજાવવાના હુકમ થયો હતો. આમ છતાં અમુક બોન્ડેડ તબીબો ફરજમાં હાજર થયા ન હતાં. આવા તબીબો સામે ફોજદારી ફરિયાદ નોંધવા સરકારે આદેશ કર્યા છે. બોન્ડેડ તબીબોએ મેડીકલ કોલેજમાં નવી ફીમાં અભ્યાસ કર્યા છે. અને જ્યારે સરકારને જરૂર પડી ત્યારે તેમની સેવા મળી નથી. આથી આવા ડોકટરો સામે ફરિયાદના આદેશ થયા છે. જેમાં જામનગર શહેર-જિલ્લામાં 15 અને દેવભુમિ દ્વારકા જિલ્લાના એક તબીબનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લાના આરોગ્ય અધિકારી આ અંગે ફરિયાદ નોંધાવશે. જો તેઓ ફરિયાદ નહીં નોંધાવે તો તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ સરકારે આદેશ કર્યો છે.
હાલારના 16 બોન્ડેડ તબીબો સામે થઈ શકે છે પોલીસ ફરિયાદ
કોરોના મહામારીમાં હોસ્પિટલમાં હાજર ન થનાર તબીબો સામે કાર્યવાહીનો સરકાર દ્વારા આદેશ : જામનગરના 15 અને દ્વારકાના 1 તબીબ સામેલ