ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પ્રથમ વખત 53,000ની સપાટી વટાવી છે. સવારે 10.15 કલાકે સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, TCS સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકી 3.79 ટકા વધી 7163.00 પર કારોબાર કરી રહ્યો છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક 1.69 ટકા વધી 641.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો. રેડ્ડી લેબ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડડી લેબ્સ 0.34 ટકા ઘટી 5261.55 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 0.34 ટકા ઘટી 6095.35 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેકસ 53,000ને પાર અદાણીની ખાધ ભરપાઇ
3 દિવસના કરેકશન બાદ ભારતીય શેરબજારનું રેકોર્ડ ઉંચાઇ તરફ પ્રયાણ : રોકાણકારોની બલ્લે-બલ્લે