Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના ઘી ડેમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

- Advertisement -

ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારમાંથી ગત સાંજે એક બાવાજી યુવાનનો મૃતદેહ સાંપડ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી તેના વાલી-વારસની શોધખોળ આદરી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના પાદરમાં આવેલા ઘી ડેમના પાજ વિસ્તારમાંથી ઉદ્ભવતી ઘી નદીના વહેણમાં એક મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા અહીંના પી.આઈ. વી.વી. વાગડિયાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફે દોડી જઈ, અને પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ કરી હતી.

- Advertisement -

જેમાં ખંભાળિયા નગરપાલિકાના ફાયર સ્ટાફના મહેન્દ્રભાઇ ચોપડા, વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી, ગત સાંજે પાણીમાં રહેલા એક યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કોહવાઈ ગયેલો આ મૃતદેહ સંભવિત રીતે બે દિવસથી પાણીમાં પડ્યો હોવાનું પણ કહેવાય છે.    પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ પ્રકાશ ગોસ્વામી નામના આશરે 25 વર્ષના આ યુવાનના હાલ કોઈ સગા-સંબંધી ન હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા મૃદેહના પોસ્ટમોર્ટમ તથા સગા-સંબંધીની શોધખોળ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ બનાવ અકસ્માતનો, હત્યાનો છે કે આત્મહત્યાનો? તે અંગેની વિવિધ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular