ઉત્તરપ્રદેશ ATS દ્રારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોટીવેશનલ વિચારો દ્રારા હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવનાર બે મૌલવીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસની ટીમ લગભગ ચાર દિવસ તેમની પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરી રહી હતી. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ તેમને ફંડ આપતી હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટા મુસ્લિમ સંગઠન સાથે સંકળાયેલા છે. એટીએસ અધિકારીઓના મતે તેઓ ગરીબ હિન્દુઓને નિશાન બનાવતા હતા. તેમના પર અત્યાર સુધીમાં 1000 થી વધુ મુકબધીર અને મહિલાઓના ધર્મપરિવર્તન કરાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ બંને મૌલાના દાવા ઇસ્લામિક સેન્ટરના નામથી સંસ્થા ચલાવી રહ્યા હતા. 3જુનના રોજ દિલ્હીના ડાસણા મંદિરમાં બે મુસ્લિમ તરુણે મંદિરના પુજારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને બંનેની ધરપકડ કરવામાં આવી ત્યારે મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમનું નામ સામે આવ્યું હતું.
આ મૌલાનાએ નોઇડા બહેરા સોસાયટીમાં મુકબધીર શાળાના વિદ્યાર્થીઓને લાલચ આપીને ધર્મ પરિવર્તિત કરાવ્યું છે. અંદાજે 1000 મુકબધીર બાળકો અને મહિલાઓના તેઓએ ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે/ કાનપુર, બનારસ અને નોઈડાના ઘણા બાળકો અને મહિલાઓનો તેમાં સમાવેશ થાય છે. યુપી એટીએસ દ્રારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.