કેબિનેટમંત્રી આર.સી. ફળદુની અધ્યક્ષતમાં જામનગર જી.જી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ આઉટ સોર્સિંગથી જરૂરી સ્ટાફ મૂકવા તેમજ દવાઓ અને સાધનોને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.
પરંતુ હાલમાં જી.જી. હોસ્પિટલમાં બહાર આવેલા જાતિય સતામણીના મુદ્દે કોઇપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી. બેઠક બાદ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ પણ જણાવ્યું હતું કે, બેઠકમાં આ મુદ્દે કોઇ ચર્ચા થઇ નથી. પરંતુ રાજ્યના ગૃહમંત્રીની સૂચના બાદ બનાવવામાં આવેલી કમિટી દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં જે કઇ તથ્ય બહાર આવશે અને જે કોઇ વ્યક્તિ જવાબદાર જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવી ખાત્રી મંત્રીએ ઉચ્ચારી હતી.