Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરગ્રોફેડ મિલથી સ્વામિનારાયણ નગરને જોડતા માર્ગની ડી.પી.કપાત અંગે હાઈકોર્ટમાં રિટ

ગ્રોફેડ મિલથી સ્વામિનારાયણ નગરને જોડતા માર્ગની ડી.પી.કપાત અંગે હાઈકોર્ટમાં રિટ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રોફેટ મિલથી સ્વામિનારાયણ નગરને જોડતો એક 12મીટરનો ડી.પી કપાત મંજુર કરવામાં આવ્યો છે જેના કારણે અંદાજે 400 જેટલા ગરીબોના મકાન કપાટમાં જતા હતા.

400 પરિવારના મકાનો બચાવવા માટે તેમજ અન્ય ને વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખી દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા એક ડી.પી કપાત સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિ દ્વારા આ ડી.પી કપાત અંગે હાઇકોર્ટે માં રિટ દાખલ કરવામાં આવી છે.જેના કારણે આ ડી.પી કપાત અત્યાર સુધી સ્થગિત રહ્યો છે.પરંતુ બે ચાર લોકો જેને આ ડી.પી કપાત થી આર્થીક લાભ મળવાનો છે તેવા લોકો આ 400/પરિવારના મકાનો વહેલા પડે તે માટે વારંવાર રજુઆત કરી રહ્યા છે.

તા.19 ના રોજ મચ્છર નગર ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરે આ ડી.પી કપાત રોકવા માટે આગળની રણનીતિ તૈયાર કરવા ઉપરાંત સમિતિના માર્ગદર્શક એવા દેવેન્દ્રસિંહ પરમાર પોતાની વય મર્યાદાને કારણે સરકારી ફરજમાંથી નિવૃત્ત થયા તે માટે તેમનો સન્માન સમારોહ પણ યોજવામાં આવશે તો આ મિટિંગમાં ડી.પી કપાત સમિતિના તમામ સભ્યોને હાજર રહેવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular