જામનગરના સામાજિક કાર્યકર્તા સુભાષભાઇ ગુજરાતી દ્વારા આરટીઇના ઓનલાઇન ફોર્મની પ્રક્રિયા ચાલુ કરવા માટે શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. હાલમાં કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે વેપાર-ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. લોકો આર્થિક અને માનસિક રીતે પડી માંગ્યા છે. સરકાર દ્વારા જૂન માસથી નવુ સત્ર ઓનલાઇન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આરટીઇના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી. ઓનલાઇન સ્કૂલ ચાલુ થઇ ગઇ હોય ત્યારે આરટીઇ યોજનાના ફોર્મ પણ શરુ કરવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. જો આરટીઇના ઓનલાઇન ફોર્મ પ્રક્રિયા ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.