Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

- Advertisement -

મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ છવાયા બાદ ગઇકાલે સાંજ થી મેઘરાજાની પધરામણી થઇ ચૂકી છે. જામનગર શહેર તથા જિલ્લામાં ગઇકાલથી છૂટાં છવાયા વરસાદી ઝાંપટા વચ્ચે લોકોને ગરમીમાં રાહત મળી છે. તો બીજી બાજૂ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતાં માત્ર બે કલાકમાંં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં માર્ગો પર પાણી ફળી વળ્યા હતાં.

દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પથકમાં આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યા બાદ બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં પોણો ઇંચ જેટલું પાણી વરસ્યા બાદ બપોરે 4 થી 6 દરમ્યાન માત્ર બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબ્કયો હતો. આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતાં. ભાણવડમાં સવારે 10થી 12 દરમ્યાન ચાર મીમી તથા બપોરે 4 થી 6 દરમ્યાન 2 મીમી પાણી વરસ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular