જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં થયેલાં જાતિય સતામણીના ચકચારી પ્રકરણમાં રાજય સરકારના આદેશબાદ માર્કેટમાં આવેલ તંત્ર દ્વારા તપાસ કમિટી નિમ્યાબાદ એટેન્ડેન્ટ કર્મચારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે આજરોજ 6 જેટલાં મહિલા અને પુરૂષ એટેન્ડન્ટ કર્મચારીઓને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનામાં નિવેદન આપવાનો આજે અંતિમ દિવસ હોય આજે જે કોઇ પણ નિવેદન આપવા નહીં આવે તેમના નિવેદનો લેવામાં આવશે નહીં.