જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ સાથે થતાં શોષણ અંગે ફરિયાદો ઉઠયા બાદ આજરોજ વિશ્ર્વ હિન્દુ પરિષદની માતૃ શક્તિ દુર્ગાવાહિની દ્વારા આ મામલે આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. જેમાં મે-2020થી અત્યાર સુધીમાં કોવિડ સેન્ટરમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવેલ અને હાલ કામ છોડીને ચાલ્યા ગયેલા મહિલા કર્મચારીઓને પણ ફરીથી કમિટી સમક્ષ બોલાવી નિવેદન લેવા આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી નોકરીમાંથી સસ્પેન્ડ કરવા, આ ફરિયાદમાં મહિલા સામાજિક કાર્યકર્તાઓને તથા મહિલા અધિકારીઓને સાથે રાખી તમામ પ્રક્રિયા મહિલાઓ દ્વારા કરવા સહિતની માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવાયું હતું.