Wednesday, December 25, 2024
Homeરાજ્યપોતાના જ સભ્યોના બળવાથી બોખલાઇ ગયેલા ભાજપે ભાણવડ પાલિકા સુપરસીડ કરી :...

પોતાના જ સભ્યોના બળવાથી બોખલાઇ ગયેલા ભાજપે ભાણવડ પાલિકા સુપરસીડ કરી : વિક્રમ માડમ

કોરોનાકાળમાં 90 જેટલી દુકાનોને પાડ-તોડને સરખુત્યારી કૃત્ય ગણાવ્યું

- Advertisement -

ભાણવડ નગરપાલિકાને સુપરસીડ કરવાની બાબતને ધારાસભ્ય વિક્રમ માડમે લોકશાહીની હત્યા સમાન ગણાવી છે. આ ઉપરાંત ભાણવડમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશનને ભાજપની સરમુખત્યારી ગણાવી આ કૃત્યને વખોડી કાઢયું છે. પાલિકામાં ભાજપના 8 સભ્યોએ બળવો કરતાં બોખલાઇ ગયેલી ભાજપ સરકારે સત્તાનો દુરૂપયોગ કરી ભાણવડ નગરપાલિકાને સુપરસીડ કરવાનું બિન લોકશાહી પગલું ભર્યું છે.

ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું છે કે, ‘મારૂ નહીં તો કોઇનું નહીં,’ આ છે ભાજપાની નીતિ અને આ નીતિના ભાગરૂપે ભાજપાના આઠ નગરપાલિકાના સભ્યોએ બળવો કરતાં ભાજપા બોખલાઇ ગયું. ભાજપા દ્વારા સત્તાનો દૂરપયોગ કરીને જનતાના ચૂંટાયેલ પ્રતિનિધિઓને ઘરે બેસાડી ભાણવડ નગરપાલિકાને સના જોરે સુપરસીડ કરી, નગરપાલિકા, અધિકારીઓને હવાલે કરી અને આડકતરી રીતે ફરી સતા ભાજપાએ પોતાની પાસે રાખી લીધેલ છે. આ છે ભાજપાની લોકશાહી. જે લોકશાહીના નામે લોકશાહીનું વસ્ત્રાહરણ કરવા અને સતા માટે કોઇ પણ હદે જવા હંમેશા પ્રત્યનશીલ રહે છે. પછી લોકોનું જે થવું હોય તે થાય !

ભાણવડ નગરપાલિકાની હદમાં આવેલી અંદાજે 90 જેટલી નાની દુકાનોના કબજેદારો ઉપર સમુખત્યારી કરી આ દુકાનો તોડી પાડીને ભાજપાએ હીટલર શાહીનું વરવું પ્રદર્શન કરેલ છે. માથે ચોમાસાનો સમય ઉભો છે. આખા ગુજરાતમાં કયાંય તોડ-પાડ ના થતી હોય, આખા દેશમાં કોરોનાની હાડમારી ચાલી રહી છે, લોકો ટકે ટકના ભોજન કે કામધંધા માટે ટળવળી રહ્યા છે. એવા કારમાં સંજોગોમાં ગરીબ લોકોના રોજગાર-ધંધા ઉપર બુલડોઝર ફેરવીને આ ભાજપા વરવા આનંદ અને આવા પાપી કાર્યો સાથે પાપલીલા ભાજપા કરી રહેલ છે.

લોકો અત્યારે રોજગારી તથા કોરોનાની મહામરી સામે જઝુમી રહેલ છે તેવા સમયે સતાધારી પક્ષે લોકોની સાથે રહેવાની બદલે તેમના કામ ધંધા અને રોજગારીના સાધન ઉપર હથોડા અને બુલડોઝરો ફેરવવાના કૃત્યો કરેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular