આજે વહેલી સવારે ગુજરાતમાં એક ગોઝારી ઘટના બની છે. આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 બાળકી સહીત 10 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઈકો કારમાં સવાર થઈને લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ અકસ્માતની ઘટના બની હતી.
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ પાસે આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક નાની બાળકી સહીત 10 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. ઇકોમાં ફસાયેલા લોકો બુમો પાડી રહ્યા હતા અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પીઆઈ સહીતના કાફલાએ ઘટના સ્થળે પહોચીને કામગીરી હાથ ધરી હતી. ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યા છે. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. તમને જણાવી દઈએકે ટ્રકનો નંબર MP-09-HF-9642 છે. ઇકો કાર જામનગર પાર્સીંગની છે જેના નં.GJ-10-TV-0409 છે. પરિવાર અંગે હજુ ઓળખ થઇ નથી. આ ઘટના અંગે તારાપુર પોલીસ આગળની કામગીરી કરી રહી છે.
સીએમ વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ભોગ બનેલાઓને ત્વરિત મદદ પૂરી પાડવા કલેકટરને સૂચના આપી તથા મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવાની જાહેરાત પણ કરી છે.