Friday, January 3, 2025
Homeરાષ્ટ્રીયચોમાસાની રફતારને પવનનો અવરોધ

ચોમાસાની રફતારને પવનનો અવરોધ

દિલ્હી સહિત ઉતરનાં રાજયોમાં લોકોને પ્રિ-મોન્સુનનો ઇંતજાર: ગુજરાતમાં પણ વિખરાયેલું જોવા મળતું વાતાવરણ

- Advertisement -

દેશના અનેક ભાગમાં ચોમાસું સક્રિય બન્યું છે. ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજયોમાં ચોમાસાના આગામનની રાહ જોવાઇ રહી છે. નેઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે. પરંતુ મધ્ય અક્ષાંશીય પવન ફૂંકાઇ રહ્યો હોવાથી રફતાર ધીમી પીડી છે. દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને પુર્વોતરમાં પ્રવેી ચૂકયુ છે. જયાં વરસાદ નથી થયો ત્યાં મોટાભાગના વિસ્તારો સૂકાભઠ્ઠ છે.

- Advertisement -

ભારતીય હવામાન વિભાગ અનુસાર હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજધાની દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી કે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 36-39 ડિગ્રી સે. છે અને કાળઝાળ ગરમીથી પરેશાન લોકો આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગેે પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં 15 અને 16 જૂને વરસાદની સંભાવના વ્યકત કરી છે. ઉતર ભારતના અનેક વિસ્તારોમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે.

દેશમાં ઝડપથી આગળ વધેલું ચોમાસું એકાએક ધીમું પડી ગયું છે. ગુજરાતમાં પણ વલસાડ નજીકથી ચોમાસાએ દસ્તક દીધા બાદ આગળ વધ્યું નતી. જેના કારણે સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો થઇ રહ્યો છે. જો કે હજુ સુધી વરસાદના કોઇ વાવડ સાંભળવા મળ્યા નથી.

લોકો આતુરતાથી વરસાદની રાહ જોઇ રહ્યા છે કે ક્યારે વરસાદ આવશે અને બફારામાંથી મુક્તિ મળશે. ત્યારે વાતાવરણમાં પણ ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. કોઇક જગ્યાએ વાદળા ઘેરાવા છતા વરસાદ વરસતો નથી. ભારે પવનના કારણે વાદળો બંધાતા ન હોવાનું જોવા મળી રહ્યું છે અને વરસાદ લાવતો પવન પણ અત્યારે જોવા મળી રહ્યો નથી. એટલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે કે ચોમાસું શું આઘુ જશે?

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ સહિતના સ્થળો પર ઝાપટા પડવાની આગાહી કરતા જણાવેલ છે કે ગુજરાતમાં ચોમાસુ 18 તારીખના રોજ ફરી વેગવંતું બની શકે છે.

આમ તો 15 જૂનથી ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ મેઘરાજાની પધરામણીની શકયતા અત્યારે ઓછી જોવા મળે છે . એવામાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ઝાપટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular