Sunday, December 22, 2024
Homeરાજ્યપત્ની સાથેના અણબનાવ વચ્ચે રેલવે કર્મચારી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ

પત્ની સાથેના અણબનાવ વચ્ચે રેલવે કર્મચારી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ

- Advertisement -

ખંભાળિયામાં યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી પત્ની સાથેના અણબનાવ વચ્ચે ગઈકાલે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને તાલુકાના ભાતેલ ગામે રેલવે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા રાકેશસિંહ બકુજી ઝાલા નામના આશરે ત્રીસ વર્ષના યુવાનના લગ્ન ચારેક વર્ષ પૂર્વે થયા હતા. 

- Advertisement -

આ વચ્ચે ગઈકાલે રાકેશસિંહે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેમને સારવાર અર્થે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાકેશસિંહના લગ્ન આજથી ચારેક વર્ષ પૂર્વે થયા હતા અને તેમના પત્ની હાલ બે માસના સગર્ભા હોય, તેણીને બાળક રાખવું ન હતું. આટલું જ નહીં, તેણી સંયુક્ત કુટુંબમાં રહેવા ઈચ્છતી ન હોય અને તેણીને અલગ થવું હોય, આ બાબતે દંપતી વચ્ચે થયેલી બોલાચાલી બાદ તેણી માવતરે રહેવા ચાલી ગઈ હતી.

આમ, સગર્ભા પત્ની દવાખાને મેડિકલ ચેકઅપ માટે જવાની ના કહેતા અને તેણી માવતરે ચાલી જતા આ બાબતે મનમાં લાગી આવવાથી રાકેશસિંહ ઝાલાએ દવા પી લીધી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular