ભાણવડ નગરપાલિકામાં છેલ્લા ઘણાંસમયથી ચાલી રહેલા રાજકિય કાવા-દાવા વચ્ચે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ભાણવડ નગરપાલિકાના સુપરસીડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાના વહીવટદાર તરીકે ખંભાળિયા પ્રાંતઅધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
ભાણવડ નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી હોવા છતાં ભાજપે સતા ગુમાવી હતી. આ નગરપાલિકામાં ભાજપના 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસનું શાસન આવ્યું હતું. આ ઘટના બાદ ભાજપના 8 સભ્યોને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન કમિશનર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાને સુપરસીડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ નગરપાલિકાના વહીવટ દ્વારા તરીકે ખંભાળિયા પ્રાંતઅધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
થોડાસમય પહેલાં ભાણવડ નગરપાલિકામાં ભાજપના 08 સભ્યોએ બળવો કરી કોંગ્રેસને સમર્થન આપતાં ભાજપ પાસે સંપૂર્ણ બહૂમતી હોવા છતાં સત્તા ગૂમાવી છે. આવે ભાણવડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં અવિશ્ર્વાસની દરખાસ્તમાં ભાજપના 08 સભ્યોએ ક્રોંગ્રેસના 08 સભ્યોને સમર્થન આપતાં કોંગ્રેસ બહુમતી બહુમતી મેળવી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ માટેની યોજાયેલ સભામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી ભાજપાના 08 સભ્યોને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
ભાણવડ નગરપાલિકામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ મધુબેન કાનજીભાઇ વાધેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હિનાબેન સુભાષભાઇ કણજારીયા, જિજ્ઞાબેન હિતેશભાઇ જોષી, કિશોરભાઇ નરશી ખાણધર, અલ્તાફ ઇબ્રાહિમ બ્લોચ મંજૂબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલા મળી કુલ 08 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.