Saturday, December 6, 2025
Homeરાજ્યઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાના દુષિત પાણી બાબતે રજૂઆત

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાના દુષિત પાણી બાબતે રજૂઆત

ઓખા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણી ડોળું અને દુષિત આવતુ હોય ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે.

છેલ્લાં 8 દિવસથી ઓખા નગરપાલિકા વિસ્તારમાં ભીમગજા તળાવમાંથી આવતું પાણી પિળાશ વાળુ અને ડોળું આવી રહ્યું છે. જેને લઇ લોકોમાંથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ આ અંગે પત્ર આપવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે પાણીમાં સુધારો કરી નગરપાલિકાને પીવાલાયક પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular