જામનગરના ગુલાબનગર ઓવરબ્રીજ પર આગળ જતી બાઈક સાથે અથડાતા બાઈકસવાર ટ્રકના વ્હીલમાં આવી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર ઓવરબ્રીજ પરથી ફેબ્રુઆરી માસમાં શૈલેષ મનસુખભાઇ મકવાણા નામનો યુવાન તેના જીજે-10-બીએફ-5703 નંબરના બાઈક પર જતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા બાઈકસવારે ટ્રકને ઓવરટેક કરી શૈલેષના બાઈક સાથે હેન્ડલ અથડાતા બાઈક સ્લીપ થઈ ફંગોળાઈ ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી જતાં બાઈક સવાર મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ નામના યુવાનને શરીરે અનેે માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત શૈલેષભાઈએ જાણ કરતા પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે મૃતક બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી હતી.
જામનગરમાં ગુલાબનગર ઓવરબ્રીજ પર ટ્રક હેઠળ આવી જતાં યુવાનનું મોત
ટ્રકને ઓવરટેક કરવા જતાં અન્ય બાઈક સાથે અથડાતા અકસ્માત : ટ્રકના તોતિંગ વ્હીલ નીચે દબાઈ જતાં મૃત્યુ : અન્ય બાઈકસવારને ઈજા