જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વર્ષ 2021-23ના સત્ર માટેની કારોબારી સમિતિની પ્રથમ બેઠક (સંયુકત) ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તા. 5ના રોજ યોજાઇ હતી. જેમાં સર્વાંનુમત્તે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે બિપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે રમણિકભાઇ અકબરી, માનદ્મંત્રી તરીકે અક્ષત વ્યાસ, માનદ્સહમંત્રી તરીકે કૃણાલ શેઠ, માનદ્ ખજાનચી તરીકે અજેશ પટેલ, ઓડિટર તરીકે તુષાર રામાણી, એડિટર તરીકે સુધીર વછરાજાનીની નિમણૂંક કરવામાં આવી છે.