Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર વિશા શ્રીમાળી સોની સમાજ તથા જેસીઆઇના સંયુક્ત ઉપક્રમે નિ:શૂલ્ક પ્રાથમિક નિદાન...

જામનગર વિશા શ્રીમાળી સોની સમાજ તથા જેસીઆઇના સંયુક્ત ઉપક્રમે નિ:શૂલ્ક પ્રાથમિક નિદાન તથા કોરોના રસિકરણ કેમ્પ

- Advertisement -

જેસીઆઇ જામનગર તથા જામનગર વિશા શ્રીમાળી સોની સમાજ તેમજ જામનગર મહાનગરપાલિકા (ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્ર)ના સહયોગ દ્વારા નિ:શૂલ્ક પ્રાથમિક નિદાન કેમ્પ તથા કોરોના રસિકરણ કેમ્પનું તા. 12ના રોજ સવારે 9 થી 2 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં 18 વર્ષની ઉપરની ઉંમરની દરેક વ્યક્તિઓ કેમ્પ સ્થળ પર જ સ્પોટ રજીસ્ટ્રેશનથી આ રસિકરણ કેમ્પનો લાભ લઇ શકશે. તેમજ પ્રાથમિક ચેકઅપ જનરલ સર્જન તથા ફિઝિશિયન વગેરેના રોગ માટે ડોકટરની ટીમો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન તેમજ જરુરી દવાઓ આપવામાં આવશે. જેમાં બ્લડપ્રેશર, ડાયાબીટીસ વગેરેની તપાસ ફ્રી કરી આપવામાં આવશે તો આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા તથા લાભાર્થીઓએ પોતાનું આધારકાર્ડ તથા મોબાઇલ સાથે રાખવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular