જામજોધપુર શહેરમાં મુખ્ય રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવા શહેરના વેપારી એસોસિએશનને સાથે રાખી એસોસિએશનના હોદેદ્દારોની સહીઓ કરાવી જામજોધપુરના જાગૃત નાગરિક હરેશ ચિત્રોડાએ કલેકટર જામનગર, ધારાસભ્ય જામજોધપુર, મામલતદાર, ગૃહમંત્રી, પીએસઆઇ અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરી છે અને પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં ચોરીના બનાવો વધવા લાગ્યા છે. શહેર દિવસે-દિવસે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે શહેરના લોકોની સિક્યુરીટીને ધ્યાને લઇ અને વધતા જતાં અમુક બનાવોને નાથવા હાલ શહેરના મુખ્ય વિસ્તારમાં સીસી કેમેરાની જરુરીયાત હોય તેમ જણાય છે.