જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા મયુરનગર વિસ્તારમાં રહેતી યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવમાં તેણીની બહેનપણીને પૈસા ઉછીના આપવા માટે પતિએ પૈસા ન આપતા આત્મહત્યા કર્યાનું ખૂલ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગરના ગોકુલનગરમાં આવેલા મયુરનગર વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી પાસે શેરી નં.4 માં રહેતી મીતલબેન પરેશ પાઠક (ઉ.વ.23) નામની પરિણીત યુવતીએ ગુરૂવારે વહેલીસવારના તેના ઘરે પંખાના હુંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકના પતિ પરેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતાં મૃતકના પતિ પરેશે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃતકને તેની બહેનપણી માટે પાંચ હજાર રૂપિયા ઉછીના જોતાં હતાં જે પૈસા આપવાની પતિએ ના પાડતા મનમાં લાગી આવતા આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતું. જેેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બહેનપણીને પૈસા આપવાની ના પાડતા યુવતીની આત્મહત્યા
ગુરૂવારે સવારે જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી