જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં શંકરના મંદિર પાસે અગાઉની મારામારીનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્સોએ તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા નામના યુવાન સાથે અગાઉની મારામારીનો ખાર રાખી ગુરૂવારે મધ્યરાત્રિના સમયે મયુરસિંહ ઉર્ફે જાકુબ જેઠવા, વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ અને એક અજાણ્યા સહિતના ત્રણ શખસોએ હર્ષને નવાગામ ઘેડ વિસ્તારમાં શંકરના મંદિર પાસે આંતરીને તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા હર્ષને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફે હર્ષના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.