જામજોધપુર સહિત સમગ્ર દેશમાં ભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં જામજોધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્યની આગેવાની હેઠળ પેટ્રોલ પંપ પાસે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
હાલ કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતાં જતાં ભાવોને કારણે પ્રજા આ કારમી મોંઘવારીનો માર સહન કરી શકે તેમ નથી. તેમ છતાં સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જ કરવામાં આવી રહ્યો છે. આ ભાવ વધારાનો વિરોધ કરવા માટે આજે જામજોધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ પંપ પાસે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય ચિરાગ કાલરિયા, તાલુકા કોંગ્રસ પ્રમુખ હિતેષભાઈ જોષી (અદા), જિલ્લા કિશાન સેલના પ્રમુખ હિરેનભાઈ ખાંટ, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા રામજીભાઈ કંડોરીયા, સહકારી અગ્રણી પ્રહલાદસિંહ જાડેજા, તાલુકા પંચાયતનગર પંચાયતના તમામ સદસ્યો કોંગ્રસ સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ‘ભાજપા સરકાર હાય હાય’ના નારા લગાવ્યા હતાં.