Thursday, January 2, 2025
Homeરાજ્યગુજરાતશાળાઓમાં હાલ અનિશ્ચિતતા છે,સંચાલકો ફી વસુલવા અધીરા

શાળાઓમાં હાલ અનિશ્ચિતતા છે,સંચાલકો ફી વસુલવા અધીરા

સરકારે હજૂ કોઇ નિર્ણય નથી કર્યો: બીજી બાજુ શાળાઓ દ્વારા ફી તથા ફી વધારો વસૂલવા દબાણ

- Advertisement -

હાલમાં શાળાઓમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. ગત વર્ષે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઓનલાઇન શિક્ષણની અસરકારકતા અંગે અનેક અભિપ્રાયો છે. છાત્રો પરિક્ષા વિના આગળના વર્ષમાં પહોંચી ગયા છે. આ વર્ષે પણ શિક્ષણ ઓનલાઇન છે. સરકારે શાળાઓની ફી મામલે કોઇ નિર્ણય લીધો નથી. બીજીબાજુ શાળાઓ અગાઉના વર્ષની માફક અને કેટલીક શાળાઓ ગત્ વર્ષની ફી માં વધારો કરીને વાલીઓ પાસેથી ફી વસૂલી રહ્યા છે. આ અંગે વિરોધ પણ નોંધાયો છે.
રાજ્યમાં હાલ કોરોના મહામારીના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યની સ્કૂલોએ ફી મુદ્દે વાલીઓને મેસેજ મોકલ્યો છે. આ સંદર્ભે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને પુછવામાં આવતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ફી બાબતે આગામી સમયમાં ચોક્કસ પગલા લઇશું. હાલ શાળા સચાલકોએ 75 ટકા ફી લીધી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ ફી બાબતે સરકાર દ્વારા જરૂર પડે નિર્ણય લેવાશે. શાળા સંચાલકો દ્વારા 75 ટકા ફી લઇ લેવામાં આવી છે તો કેવી રીતે તેમને ટેક્સમાં માફી આપી શકાય. જો શાળાઓએ ફી ન લીધી હોત તો જ તેમને ટેક્સ માફી માટે વિચારી શકાય. કોરોના દરમિયાન હોટલો સંપૂર્ણ બંધ હતી એટલે તેમને ટેક્સમાં છુટ આપી છે. હજુ શિક્ષણ સત્રની શરૂઆત થઇ છે. આ સત્ર કેવું જશે એ કહેવું મુશ્કેલ છે. સ્થિતિ કેવી રહેશે તે ખબર નથી. ભવિષ્યમાં સમય પ્રમાણે ફી બાબતે નિર્ણય કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular