કર્મચારી રાજ્ય વીમા નિગમ શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર હેઠળ કોવિડ-19 રોગચાળાને કારણે મૃત્યુની ઘટનાઓમાં વધારો થવાને કારણે તેમના કુટુંબના સભ્યોની સુખાકારી અંગે કામદારોના ભય અને ચિતાને દૂર કરવા માટે ઇએસઆઇસી કોવિડ-19 રાહત યોજના દ્વારા કામદારો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બધા આશ્રિત કુટુંબીજનો કે જેઓ આઈ.પીના કોવિડના નિદાન અને તે પછી મૃત્યુ થયા પહેલા ઈ.એસ.આઈ.સીના ઓનલાઈન પોર્ટલમાં નોંધાયેલ છે. તેઓ માસિક પેન્શનના સમાન લાભ પ્રાપ્ત કરવા અને રૌજગારની ઈજાના પરિણામેમૃત્યુ પામેલ વીમિત વક્તિઓનાઆશ્રિતો દ્વારા પ્રાપ્ત કરેલા સમાન ધોરણમાં એક્સરખા હકદાર રહેશે. વીમિત વ્યક્તિઓ, જેપાત્રતાની શરતો પૂરી કરે છે અને કોવિડ રોગના કારણે મૃત્યુ પામ્યા છે. તેમના આશ્રિતો તેમના જીવન દરમ્યાન વીમિત વ્યકિતના સરેરાશ દૈનિક વેતનના 90 ટકા માસિક ચુકવણી માટે હકદાર રહેશે. આ યોજના 24/03/2020 થી બે વર્ષના સમયગાળા માટે અસરકારક રહેશે.
જો કે મૃત્યુ પામેલ આઈ.પી કૌવિડ રોગના નિદાનના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા ઈ.એસ.આઈ.સીના ઓનલાઈન પોર્ટલ પર નોંધાયેલ હોવા આવશ્યક છે. તેમ જ મૃતક આઈ.પી કોવિડ રોગના નિદાનની તારીખે રોજગારમાં હોવો જોઈએ અને કોવિડના નિદાન પહેલાના એક વર્ષના મહત્તમ સમગાળા દરમિયાન મૃત આઈ.પી.નો ફાળો ઓછામાં ઓછા 70 દિવસ માટે ભરેલો અથવા ચૂકવવા પાત્ર હોવો જોઈએ.