જામનગર શહેરના ગોકુલનગર પાસે આવેલા સાયોના શેરીમાં રહેતી યુવતીએ તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રીજ પરથી ઝંપલાવનાર યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં બાપાસિતારામની મઢુલી પાસે આવેલી સાયોના શેરીમાં રહેતાં મિતલબેન પાઠક (ઉ.વ.25) નામની યુવતીએ આજે સવારે તેણીના ઘરે કોઇ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની જાણ થતા 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ યુવતીનું મોત નિપજ્યું હોવાથી આ અંગેની જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના ગાંધીનગરમાં આવેલા રેલવે ઓવરબ્રીજ પરથી બુધવારે સવારના સમયે એક યુવાને કુદકો મારી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે તપાસ હાથ ધરતાં મૃતક જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો માધવ કેતનભાઇ કકકડ (ઉ.વ.20) નામના યુવાને કોઇ કારણસર આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યુ હતું અને આ યુવાનની ઓળખ કેતન રમણિકભાઈ કકકડ દ્વારા કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા
દુપટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા તપાસ : ગાંધીનગર ઓવરબ્રીજ પરથી ઝંપલાવનાર યુવાનનું મોત