Friday, December 27, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ બે દિવસમાં 33 બેજવાબદારો સામે પોલીસની કાર્યવાહી

દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ બે દિવસમાં 33 બેજવાબદારો સામે પોલીસની કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ ખંભાળિયાના રહીશ અલ્પેશ મોહનભાઈ ભટ્ટએ એની મીની લક્ઝરી બસ પ્રતિબંધિત વિસ્તારમાં લઇ આવતા સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કોરોના અંગે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ છેલ્લા બે દિવસ દરમિયાન ખંભાળિયામાં દેવાંગ પ્રદ્યુમનભાઈ દવે, રણમલ ચકુભાઈ કછટીયા, પ્રવીણ પબાભાઈ જોગાણી, યુનુસ ઉમર ઘાવડા અને કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમા સામે, રજાક સુલેમાન ભટ્ટી સામે સલાયા મરીન પોલીસમાં, જીતેન્દ્ર ભીખુભાઈ ચૌહાણ, વીરમ સામતભાઈ ચાવડા, હુશેન હાજીભાઇ હિંગોરા, પોલા જીવાભાઈ સગર, કરસન ભનાભાઇ ભરવાડ મયુર માલદેભાઈ ઓડેદરા અને લાખા માયાભાઈ જાડેજા નામના સાત શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં, મેહુલભા નાનુભા, રસીદ સતારભાઈ જાડેજા અને અયાન અબ્દુલ રજાક કાદરી સામે ઓખા મરીન પોલીસ મથકમાં, મેહુલ પોલાભા માણેક, જીગ્નેશ ગોવિંદભાઈ શેખા અને રફીક કાદર જાડેજા સામે મીઠાપુર પોલીસ મથકમાં જ્યારે દિનેશ નાગાભાઈ સોલંકી, આલા સાજણ વેશરા, કારા ભોજાભાઈ કણજારીયા, ભરત નુંધા ગોજીયા, રાહુલ પરબત વરુ, સુરા ખીમાભાઇ ડેર, ભાવેશ રામજી જગતીયા અને કિરીટ વૃજલાલ ચંદારાણા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જ્યારે મોહમ્મદ ઈલીયાસ રહેમતઅલી, રામસંગભા મુળુભા માણેક, સરફરાજ હબીબ સોઢા, હાડા બુધા મકવાણા અને રમેશભા ગગુભા માણેક સામે દ્વારકા પોલીસ મથકમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular